અપનાધર
ગણા સમયથી સમાજમાં ચર્ચા હતી કે મથલ સમાજના બહાર વસતા ભાઇઓંમાંથી નિવ્રુત વડીલો વર્ષ દરમ્યાન ક્યારેક પોતાના વતન મથલ આવે ત્યારે તેઓંને જમવાનો પ્રશ્ન રહેતો હતો. મથલના ગણા પરિવારોમાંથી મથલ ખાતે કાયમી વસવાટ કરતા તેઓંના અન્ય પરિવારો રહ્યા નથી. આથી બહાર વસતા પરિવારોમાંથી વડીલોને પોતાના વતનમાં આવવાની ઈચ્છા હોય, પરંતુ આવનાર વડીલોમાંથી મોટી ઉમરના માતાશ્રીઓંને રસોડું નવેસરથી ચાલુ કરવું ખુબજ અઘરું થઇ પડતું હતું. પરિવારોમાંથી નાની ઉમરની વહુ / દીકરિઓં પોતાની વ્યસ્તતાને કારણે આવી ના શકે. આથી વડીલોને મથલ આવવાનું ખુબજ મન હોવા છતાં આવી શકતા ન હતા.
વડીલો મથલ આવવાથી તેઓં તેમની ઉમરના છુટા પડેલા સાથીદારો –ભાઈબંધો ને મળવાથી તેઓં પોતાના સમયની, જિંદગીની ભાગ –દોડમાં ભુલાઈ ગયેલી અમૂલ્ય પળોને યાદ કરીને બાકી રહેલી જિંદગીમાં તાજગી અનુભવે છે, જિંદગીની બેટરી રી – ચાર્જ થઇ જાય છે.
મથલ પાટીદાર યુવા મંડળના હોદેદારોને વીચાર આવ્યો કે આપણે જો આવનાર વડીલોની જમવાની સમસ્યાનો ઉકેલ શોધીએ તો વડીલો ખુબજ રાજી થસે અને આશીર્વાદ આપશે . આમ આવા ઉમદા વિચારમાંથી અપનાઘરની વ્યવસ્થા ગોઠવવામાં આવી. વર્ષ ૨૦૧૧ થી અપનાઘરમાં આવનાર સભ્યોને માફક આવે તેવું, પોતાના ઘર જેવુજ પૌષ્ટિક ભોજન વ્યાજબી દરે મળી રહે તેવું આયોજન કર્યું.
ફંડ વગર અપનાઘર ચાલે નહિ, આથી સમાજમાં ફંડની કાયમી વ્યવસ્થા કરવાનું ચર્ચામાં લેવામાં આવેલ. સમાજની જનરલ સભામાં “ અક્ષયદાન “ યોજના સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ, જેમાં દાતાઓને નોધાવેલ રકમનું ત્રણ વર્ષ સુધી ફક્ત વ્યાજ આપવાનું રહેશે એવું નક્કી કરવામાં આવેલ.
સમાજના સન્માનનીય દાતાઓ તરફથી સ્વૈચ્છીક રીતે ખુબજ ઉસ્તાહપૂર્વક દાન નોધાવવામાં આવેલ. આમ સમાજ્જનોના સહિયારા પ્રયાસથી અપનાઘરમાં અવિરત મથલ આવતા સભ્યોને ભોજન આપવામાં આવેછે. અપનાઘરમાં હાલમાં દૈનિક ચાર્જ રૂપિયા ૫૦/- અને ટીફીન માટે રૂપિયા ૬૦/- લેવામાં આવેછે . આશા રાખીએ છીએ કે અપનાઘરના કાયમી વહીવટ માટે સમાજના સભ્યોનો સહકાર મળતો રહેશે
સહકારની અપેક્ષા સહ .
-: સુચના :-
ચાલો મથલગામને ઈ – ગવર્નન્સ બનાવીએ ....... આપણા પરિવારની ફેમીલી આઈડી મેળવીએ .... ચાલો ફેમીલી ઓનલાઈન કરીએ ....... પરિવારના દરેક સભ્યની સંપૂર્ણ માહિતી ભરીએ .. સાઈટમાં દર્શાવેલ માહિતીમાં ખૂટતી – ખોટી માહિતીને સુધારીએ .. આપસૌના સહકારની અપેક્ષા સાથે
વેબસાઈટ – ફેમીલી આઇડી ની માહિતી માટે સંપર્ક
ચંદુભાઈ પોકાર - ૯૮૨૫૦ ૨૩૩૫૫
અમદાવાદ MAIL ID – shardaimpex2004@gmail.com