શ્રી મથલ પાટીદાર સમાજ ની વેબસાઈટ ના વિમોચન ના દાતા શ્રી હિમતભાઇ ખેતાભાઇ લીંબાણી - વિશાખાપટ્ટનમ
મથલ ની સમયરેખા

 

મથલ ગામ જીલ્લા મથકથી ભુજ – લખપત હાઇવે ઉપર ભુજથી ૬૨ કી. મી.ના અંતરે અને તાલુકા નખત્રાણાથી ૧૨ કી.મી. અંતરે આવેલુ છે.

 

કડવા પાટીદારોના ઈતિહાસ મુજબ આપણા પૂર્વજો પંજાબમાં રહેતા હતા ,ત્યાંથી ઉતર ગુજરાતમાં આવ્યા ત્યાંથી ભચાઉ – ભુજ હાઇવે પર આવેલ શિકરા ગામમાં વસવાટ કરેલ. આ પરિવારોમાંથી પોકાર અને ભાવાણી પરિવારના વડીલો ખેતીકામની તપાસમાં મથલ આવ્યા મથલ ગામમાં એ સમયે દરબાર અને માલધારી લોકો મોરા વાળી જગ્યાએ વસવાટ કરતા હતા .આવેલ વડીલોએ દરબારોને વાત કરી કે અમો શિકરા માં રહીએ છીએ ,ત્યાં અમારું ગુજરાન ચાલી શકે તેમ નથી ,જો તમે અમારા પરિવારોના ગુજરાન માટે કઈક સગવડ આપોતો અમો અહિ આવીએ.

 

દરબારોએ વિચાર કર્યો કે આ પરિવારોને ખેતી લાયક જમીન છે તે આપીએ અને જે પેદાસ થાય તેમાંથી અડધો ભાગ આપણે લઈએ અને આમાંથી ભુજ દરબારનો ભાગ પહોચાડસુ. આમ આ સમજુતી મુજબ પોકાર અને ભાવાણી પરિવારોના વડીલો કુટુંબ કબીલા સાથે મથલ ગામ આવ્યા અને હાલમાં વશિષ્ઠ ઉપવનની સામે ધડુલ નદી કિનારે આવેલ મોરા ( ખુલી જગ્યા ) માં જે જગ્યા હાલમાં મેડીવાળા તરીકે ઓળખાય છે ત્યાં વસવાટ શરુ કરેલ. સમયાંતરે મોરા વાળી જગ્યાએ વસતા પરિવારોએ ત્યાંથી ધડુલ નદીમા આવેલ જખદ્રો બાજુ જખના સ્થાનકની બાજુમાં તેજવાડા ખાતે વસવાટ કરેલ.. નદીમાં આવેલ જખ્દ્રો વિષે લોકમાન્યતા એવીછેકે જખ ( યક્ષ ) પોતાના ઘોડાઓ સાથે અહીંથી પસાર થતા હતા એ વખતે ઘોડાઓને પાણી પાવું હતું પરંતુ નદીમા પાણી નહતું આથી યક્ષે નદીના પટમાં ભાલોમાર્યો અને ત્યાં પાણી નીકળવા લાગ્યું આથી આ જગ્યાને જખ્દ્રો કહેવામાં આવેછે જ્યાં જન્માંસ્ટમીના રોજ મથલ , ટોડીયા ,તથા કાદીયા –નાના, કાદીયા – મોટા આમ ચાર ગામનો મેળો ભરાય છે. પરંતુ આ જગ્યાએ વસતા પરિવારો ઠરી –ઠામ ( સુખી ) ન થવાથી ત્યાંથી ઉચાળા ભરીને દરબારો – માલધારીઓએ હાલમાં મથલ ગામ છે તેની પૂર્વ દિશા તરફ વસવાટ કરેલ.

 

મથલ ગામ રાજાશાહી વખતે અરલ જાગીર સંચાલિત હતું .અરલ જાગીરના યોગી ભીમનાથ દાદા ના આશીર્વાદ અને સુચનાથી મથલ ગામની સ્થાપના –વસવાટ થયોછે લોક વાયકા મુજબ અરલ જાગીરના યોગી ( નાથ સંપ્રદાય ), હાલમાં લક્ષ્મીનારાયણ મંદિર ચોક છે ત્યાં કુવો આવેલ હતો અને આંબલી ના  વૃક્ષ નીચે ધૂણો સળગાવીને તપ કરતા હતા .એક દિવસ માલધારીના માણસો ઢોરને પાણી પીવડાવવા માટે કુવા પાસે આવ્યા અને ત્યાજ રાતવાસો કર્યો શિયાળાના દીવસો હતા એટલે રાત્રે ધૂણો – તાપણું ઘખાવવા માટે યોગીઓં પાસેથી અગ્નિ માંગ્યો ત્યારે યોગીએ કહયું “ બચા કાઠીયુ ભેગીયું કરી ફુંક મારો તો ભાપ થીધી ‘ ( ભાપ એટલે અગ્નિ ) યોગીએ કહયું એવું કર્યું એટલે અગ્નિ પ્રગટ્યો આમ આવેલ માણસોએ યોગીના ચમત્કારની વાત ગામના માલધારીઓં અને દરબારોને કરી દરબારો તથા માલધારીઓ યોગીઓના દર્શન તેમજ આશીર્વાદ માટે આવ્યા અને તેઓએ પોતાનું દુઃખ જણાવ્યું યોગીએ અહી આવેલ કુવો અને આમલીના જાડ ની આસ-પાસ વસવાટ કરવા કહયું આપ સૌનું કલ્યાણ થશે આમ આ જગ્યા તપોભૂમિ લાગતાં આપણા વડીલો જે તેજવાડા ખાતે વસવાટ કરતા હતા તેઓ સહુ સાથે મળીને યોગીએ બતાવેલ જગ્યા ઉપર વસવાટ કર્યો .અને સમય જતાં સહુ સુખી થયા.

 

રાજાશાહિ ના સમયમાં જાગીરદારો ખેડૂતો પાસેથી ભુજ દરબારનો ભાગ લઈને દરબારમાં પહોચાડતા હતા સમય જતાં દરબારની મંજુરી લઈને દાદા ભીમનાથ મંદિર પણ ભાગ આપતા હતા દાદા ભીમનાથના શિષ્યો સોતનાથ અને રતનનાથ હતા ભીમનાથ દાદાની સમાધી પછી યોગી સોતનાથ દાદાએ ગામની ઉગમણી બાજુએ તળાવ ખોદાવેલ જે સોતસર તળાવ કહેવાય છે તળાવની પાળે મહાદેવનું મંદિર બનાવ્યું જે આજે પણ મોજુદ છે.અન્ય યોગીઓં માં સોતનાથ તથા રતનનાથ પછી નારણનાથ –સુંનદરનાથ – તથા કુંવરનાથ થયા હાલમાં આ ભીમનાથ દાદાના મંદિરની જગ્યા સરકાર હસ્તક છે સેવા –પૂજા માટે યોગીને સરકાર તરફથી પગાર મળે છે.

 

મથલ ગામના નામ વિષે એવું કહેવાય છે કે ગામની બાજુમાંથી પસાર થતી ધડુલ નદીમાં પાણી ઉપરથી પડતું હોવાથી ધડુલ નદી કહેવાતી અને એના ઉપરના ભાગમાં ગામ આવેલ હોવાથી ગામનું નામ મથલ રાખવામાં આવેલ .બીજી એક લોકવાયકા મુજબ ,મથલ ગામમાં વસવાટ કરતા યોગી મછીન્દર ના નામ પરથી પણ મથલ નામ પડ્યું હોય.

 

ભૌગોલિક દ્રષ્ટીએ મથલ ગામની દક્ષીણે મથલ ગામની સીમ ,પૂર્વે ખાંભલા અને બગપાટ ની સીમ, ઉત્તરે ઉમરાપર ની સીમ અને પશ્ચિમે જખોડીયાની સીમ આવેલ છે .

 

મથલ ગામ વસ્યાની ચોકસ માહિતી મળેલ નથી ,આપણી સમાજના વડીલો જેમાં પોકાર પરિવારના હરભમ બાપા તથા ચૌધરી પરિવારના રાત્નાબાપા દ્વારા ગામનું તોરણ ૩૩૭ વર્ષ પૂર્વે ( સંવત ૧૭૪૨ માં જેઠ વદ ૧૨ ના ) બાંધેલ મંદિરની આથમણી તેમજ ઉતરાદી બાજુ પોકાર પરિવાર અને દખણાદી બાજુ ભાવાણી પરિવારો એ વસવાટ શરુ કરેલ .સમયાંતરે નખત્રાણા થી લીંબાણી પરિવાર વાળા વીરજીબાપા અને કચરા બાપા પરિવારો આવ્યા ઘડાણી થી લીંબાણી અને જીવાણી પરિવાર આવ્યા ,ચૌધરી પરિવાર ,ભાવાણી પરિવાર , નાકરાણી પરિવાર , હળપાણી પરિવાર તથા ભાદાણી , રવાણી ,ધોળુ , સેંઘાણી , પારસીયા , દીવાણી વગેરે પરિવારો આવતા ગયા અને મથલ સમાજની વસ્તીમાં વધારો થતો ગયો સાથે સાથે મહાજનો , દરબાર , સુથાર ,, લુહાર ,હરીજન,મુસલમાન તથા અન્ય જાતિના લોકો પણ મથલ આવીને વસ્યા .

 

સંવત ૧૯૯૬ પછી આપણા ગામના અમુક પરિવારો જેવાકે પોકાર –ભાવાણી – નાકરાણી –હળપાણી –ભાદાણી ના પરિવારો સાબરકાંઠા જીલ્લામાં કમ્પાઓમાં ખેતી વ્યસાય અર્થે સ્થળાંતર કરી ગયા છે . તેનું મુખ્ય કારણ સંવત ૧૮૯૬ માં એટલેકે છાન્વાનો કારમો દુષ્કાળ પડ્યો હતો . એ સમય માં જાન – માલ ની હાની ભયંકર થયેલ . મથલ ગામના ભાઈઓનો મુખ્ય વ્યવસાય ખેતી હતો મુખ્ય પાકોમાં બાજરો,-ગઉં – કપાસ તથા મગફળી ના પાકો લેવાતા હતા ખેતી માં સિંચાઈમાટે જૂની પ્રથા મુજબ કોહ થી થતી હતી આથી પાણીના અભાવથી અમુક મર્યાદામાજ ખેતીના પાકો લઇ શકતા હતા મોટાભાગની ખેતી વરસાદ આધારીત હતી. વરસાદની અનિયમિતતા ના લીધે ઉત્પાદન બહુ થોડું થતું હતું.પણ માનવો સંતુષ્ઠ હતા મથલ ગામ કોઈ પણ નવું કામ કરવામાં તાલુકામાં અગ્રેસર હતું.સૌપ્રથમ સંવત ૧૯૯૬ માં પરબત લખું પોકાર બાપાએ કુવા ઉપર ઓઈલ એન્જીન દ્વારા સિંચાઈની શરૂઆત કરેલ.ત્યારબાદ ખેડૂતો ઓઈલ એન્જીન વસાવતા ગયા અને મોટા પ્રમાણમાં ખેતી કરતાં થયા ત્યારબાદ સંવત ૨૦૧૪ , સને – ૧૯૫૮ માં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય આવી આથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા સિંચાઈની શરુઆત થઇ. અને આજેતો ખેડૂતો ટપક પધ્ધતી સુધી પહોચી ગયા છે 

મથલ હાન –વાના – ક્ષણો 


ગામનું નામ

        મથલ ( તેજવાડા ) સ્થાપના આશરે ૩૩૭  વર્ષ પૂર્વે

ગામનું તોરણ બાંધનાર 

હરભમ બાપા પોકાર તથા રતનાબપા ચૌધરી સંવત -૧૭૪૨ ,જેઠ વદ ૧૨ 

સંચાલીત ગામ

 અરલ જાગીર થાન

અટક – શાખ

પોકાર-ચૌધરી લીંબાણી ભાવાણી – હળપાણી નાકરાણી રવાણી ધોળુ ભાદાણી  . પારસીયા સેંગાણી દીવાણી 

 

ગામના પોલીસ પટેલ

મથલ ગામની આગેવાની માટે રાજાશાહી વખતમાં પટલાઇ ( ગામનો મુખ્યો ) તરીકેની પાઘડી લખુબાપા પોકારને દરબારોએ આપેલ. તથા તેમના અવસાન બાદ તેમના વારસ પુત્ર પરબત લખું પોકારે પટલાઇ કરેલ. આઝાદી બાદ પંચાયત રાજ થવાથી પરબતબાપા પ્રથમ સરપંચ થયા.

 

જ્યોતિષ ધામની સ્થાપના 

માહિતી મળેલ નથી

ગામઠી શાળા 

રામજીભાઈ લાધાભાઇ લીબાણી દ્વારા સંચાલિત નોર્મલ ફી ની રકમ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવતી હતી.

સનાતન ધર્મની જાગૃતિ 

પરબત લખું પોકાર હરીભાઈ વિશ્રામ ચૌધરી વેલજી વિશ્રામ ચૌધરી પરિવાર તથા ખીમજી નાગજી લીબાણી તેજ લધા પોકાર અરજણભાઈ રતના પોકાર,હીરજીભાઈ રામજીભાઈ ભાદાણી, હરિભાઈ રામજીભાઈ લીંબાણી , અરજણભાઈ ધનજીભાઈ હળપાણી ,સોમજીભાઇ વાલજીભાઈ ભાવાણી જેવા સમાજના જાગૃત સુધારાવાદી વડીલોના પ્રયત્નોથી સંવત ૨૦૦૧ સને -૧૯૪૫ ના ચેત્ર સુદ ૯ રામનવમી ના પાન મૂર્તિની પ્રતિષ્ઠા કરી સતપંથ માંથી સનાતન ધર્મ અંગીકાર કર્યો અને આચરણમાં લગ્નમાં ચોરી અને મરણમાં ચીતા ફરજીયાત અનુસરવાનું નક્કી કરેલ.

લક્ષ્મીનારાયણ મંદિર માં પાનમૂર્તિ ની  સ્થાપના 

સંવત ૨૦૦૧ ચૈત્ર સુદ ૯ ના રામનવમી , સને – ૧૯૪૫ 

એસ .ટી .બસ સેવા 

સંવત ૨૦૦૪ સને – ૧૯૪૮ થી શરૂઆત 

ભુજ – લખપત રોડ

સંવત ૨૦૦૫ , સને ૧૯૪૯

લક્ષ્મીનારાયણ મંદિરનું ખાત મુહુર્ત 

સંવત ૨૦૦૮ ના કારતક માસ સને -૧૯૫૨ – નૈઋત્ય ખૂણે –. . . . હરિભાઈ વિશ્રામભાઈ ચૌધરી ના હસ્તે 

લક્ષ્મીનારાયણ મંદિરનું નીર્માણ

શ્રી મથલ સનાતન પાટીદાર સમાજના શ્રમ યજ્ઞ દ્વારા

લક્ષ્મીનારાયણ મંદિરનું નીર્માણ ખર્ચ 

   ,૪૮૦=૦૦      મકાનની જમીન ખરીદી ખર્ચ , 

૧૨,૧૯૩=૦૦   મકાન બાંધકામ ખર્ચ , 

૧૨,૨૪૩=૦૦  શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો     

                     ખર્ચ 

મંદિરનું શિલ્પીકામ

હરદાસ લધા દીવાણી વિગોડીવાળા ( વિશ્રામ નાનજી ચૌધરીના મામાઈ ભાઈ )

 

સુથારીકામ 

ગામ વીરાણી મોટીના સુથાર

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 

સંવત ૨૦૦૮ ના શ્રાવણ વદ ૫ ને રવિવાર તા. – ૨૦--૧૯૫૨

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના પુરોહિત 

હવન વિધિ કરનાર વિશ્વનાથ પંડિત કોઠારા વાળા તથા મથલના . . મૂળશંકર ભીમજી રત્નેશ્વર ( મોતી મારાજ )

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં પધારેલા સંતો 

પૂજ્યશ્રી ગુરુ ઓધવ રામજી મહારાજ , પૂજ્ય મહારાજશ્રી દયાલદાસજી તથા વાંઢાય ના સાધુ સંતો 

મથલ ગ્રામ પંચાયતની સ્થાપના

સંવત ૨૦૧૧ – સને ૧૯૫૫ 

સરકારી પ્રાથમિક શાળા

 સંવત ૨૦૧૨ - સને ૧૯૫૬ , પ્રાથમિક ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ અપાતું . . સરકાર તથા ગામના લોક ફાળાથી શાળાનું નિર્માણ થયેલ .

મથલ સહકારી મંડળી

 સંવત -૨૦૧૩ ,સને ૧૯૫૭ 

ઈલેકટીક પાવર 

સંવત -૨૦૧૪ સને – ૧૯૫૮

 

નવરાત્રી પ્રારંભ 

 સંવત -૨૦૧૫ , સને -૧૯૫૯ ,પ્રથમ નાટક – અધિકારી

નળ યોજનાનો પ્રારંભ

સંવત – ૨૦૨૨ સને -૧૯૬૬

જ્યોતિષધામ વીસર્જન 

સંવત -૨૦૨૭ , સને – ૧૯૭૧ માં સતપંથ ધર્મ તથા જ્યોતીષધામ નું ગામના તમામ પરિવારોની સહમતીથી , પાંખી પાળીને , વિસર્જન કરીને તે જગ્યાને સમાજવાડી તરીકે ઉપયોગમાં લેવાનું નક્કી કરેલ.

 

ચોકમાં સમાજવાડીની સ્થાપના

સંવત -૨૦૨૭ , સને -૧૯૭૧

 

પ્રથમ જીર્ણોધાર જૂની સમાજવાડી 

 સંવત -૨૦૩૦ , સને -૧૯૭૪

 

મથલ ગામમાં આવેલ ડેમ

વડવાઈ ડેમ ( બગપાટ ) – ૧૯૭૫ તથા મથલ ડેમ -૧૯૭૯

નવી સમાજવાડી નું નિર્માણ

 સંવત -૨૦૩૩ ,સને -૧૯૭૭

દતાત્રેય ના મંદિરનું નિર્માણ 

 સંવત -૨૦૩૩ ,સને -૧૯૭૭

 

જૂની સમાજવાડી નો જીર્ણોધાર

સંવત -૨૦૪૦ , સને -૧૯૮૪ ઉદઘાટક ખીમજી નાગજી માસ્તર

વશિષ્ઠ ઉપવન

 સંવત -૨૦૪૧ , અષાઢ માસ , સને -૧૯૮૫ , ૧૨ મી જુલાઈ 

ગૌશાળા ની સ્થાપના

સંવત -૨૦૪૩ , સને -૧૯૮૭ મુખ્ય ભુમિકા ખીમજી નાગજી માસ્તર તથા અન્ય . . વડીલો 

 

ગૌશાળા નું ઉદ્ગાઘાટન

સંવત – ૨૦૫૨ . સને – ૧૯૯૬ , ૮ મી સપ્ટેમ્બર 

 

ઉમિયા માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત 

 સંવત ૨૦૫૫ , પોષ સુદ ૭ , તા. ૨૫-૧૨-૧૯૯૮ 

ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા

સંવત -૨૦૫૭ , શ્રાવણ વદ ૨ , સોમવાર ,તા. --૨૦૦૧

 

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુવર્ણ જયંતી મહોત્સવ

સંવત -૨૦૫૮ , શ્રાવણ વદ ,૫ ને બુધવાર, . તા ૨૮--૨૦૦૨ સુવર્ણ જયંતી મહોત્સવ આયોજનસમિતી ;- પ્રમુખશ્રી =  મગનભાઈ વાલજીભાઈ ભાવાણી  મંત્રીશ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીમબાણી 

ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ 

પરબત લખું પોકાર – સંવત -૨૦૧૧ થી સંવત -૨૦૨૦ , - સને .- ૧૯૫૫ થી સને ૧૯૬૪

 

તેમજ પાટીદાર ભાઈઓએ સરપંચ તરીકે  નિભાવેલ જવાબદારી

બીજા સરપંચ

તેજા લાધા પોકાર : સંવત -૨૦૨૧ થી ૨૦૩૦ , સને -૧૯૬૫ થી ૧૯૭૪

ત્રીજા સરપંચ

પુંજા કાનજી પોકાર , સંવત – ૨૦૩૧ થી ૨૦૪૦ , સને ૧૯૭૫ થી ૧૯૮૪

 

ચોથા સરપંચ 

મોહનલાલ ખીમજીભાઈ લિંબાણી સંવત -૨૦૪૧ થી ૨૦૪૫ , સને -૧૯૮૫ થી ૧૯૮૯

પાંચમા સરપંચ

લાલજી પુંજા પોકાર સંવત -૨૦૪૬ થી ૨૦૫૬ , સને -૧૯૯૦ થી ૨૦૦૦ 

છઠા સરપંચ

અંબાલાલ રતનશીભાઈ પારસિયા સંવત 

 

 

 

શ્રી મથલ પાટીદાર સમાજ

શ્રી મથલ પાટીદાર સમાજની સ્થાપના વર્ષ

 

 

શ્રી મથલ પાટીદાર સમાજમાં હોદેદાર તરીકે સેવા આપેલ સભ્યોના નામ 

(૧)  સને – ૧૯૮૦-૮૩ 

પ્રમુખશ્રી = વિરજીભાઈપરબતભાઈપોકાર                                      મંત્રીશ્રી =

( ) સને – ૧૯૮૩ -૮૬ 

 

પ્રમુખ શ્રી =

મંત્રીશ્રી =              

(  ) સને – ૧૯૮૬ -૮૯

પ્રમુખ શ્રી = રામજીભાઈ વિરજીભાઈ લીંબાણી 

 મંત્રીશ્રી = અરજણભાઈ મનજીભાઈ પોકાર

(  ) સને – ૧૯૮૯ -૯૨

પ્રમુખ શ્રી = વાલજીભાઈ પ્રેમજીભાઈ પોકાર

મંત્રીશ્રી = પરબતભાઈ માવજીભાઈ પોકાર 

(  ) સને – ૧૯૯૨ -૯૫ 

પ્રમુખ શ્રી = મેઘજીભાઈ માધાભાઈ લીંબાણી 

મંત્રીશ્રી = અરજણભાઈ મનજીભાઈ પોકાર

(  ) સને – ૧૯૯૫ -૯૮ 

પ્રમુખ શ્રી = હરીભાઈ રામજીભાઈ લીંબાણી 

મંત્રીશ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી 

(  ) સને – ૧૯૯૮૯૯

પ્રમુખ શ્રી = હરીભાઈ રામજીભાઈ લીંબાણી 

મંત્રીશ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી 

(  ) સને – ૧૯૯૯ -૦૧

પ્રમુખ શ્રી = પરબતભાઈ માવજીભાઈ પોકાર

મંત્રીશ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી 

(  ) સને – ૨૦૦૧ -૦૨

પ્રમુખ શ્રી = પરબતભાઈ માવજીભાઈ પોકાર 

મંત્રીશ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી 

( ૧૦ )સને – ૨૦૦૨ -૧૧

પ્રમુખ શ્રી = મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી 

મંત્રીશ્રી = હરિભાઈ હીરજીભાઈ ચોધરી

( ૧૧ ) સને – ૨૦૧૧ -૧૭

પ્રમુખ શ્રી = નાનજીભાઈ વાલજીભાઈ લીંબાણી

મંત્રીશ્રી = ચતુરભાઈ રતનશીભાઈ લીંબાણી  

( ૧૨ ) સને – ૨૦૧૭ -૨૨

પ્રમુખ શ્રી = કાન્તીભાઈ હરિભાઈ લીંબાણી 

મંત્રીશ્રી = ચતુરભાઈ રતનશીભાઈ લીંબાણી

 

 

( ૧૩ )સને – ૨૦૨૨ -૨૫

પ્રમુખ શ્રી = જયંતીભાઈ પરબતભાઈ પોકાર ૯૭૧૨૩ ૬૬૫૫૫

મંત્રીશ્રી = ઈશ્વરભાઈ અરજણભાઈ પોકાર ૯૮૨૫૧ ૨૧૮૬૯ 

( ૧૪ )સને – ૨૦૨૫ -૨૮

પ્રમુખ શ્રી =

મંત્રીશ્રી =

 

શ્રી મથલ પાટીદાર યુવામંડળ ( કેન્દ્રિય )

વર્તમાન 

પ્રમુખ શ્રી =લલીતભાઈ ચોધરી – ૯૪૨૨૫૫૨૬૧૪

મંત્રી  શ્રી   =રસિકભાઈ ભાવાણી – ૯૮૮૧૩૧૧૫૯૩

 

મથલ સ્થાનીક મથલ પાટીદાર યુવક મંડળ

વર્તમાન

પ્રમુખ શ્રી = કિશોરભાઈ ભાદાણી  ૯૪૦૮૨૦ ૫૬૦૭ 

મંત્રી  શ્રી = ભાવિક દિનેશભાઈ પોકાર ૮૧૫૫૯ ૯૮૧૨૫ 

 

મથલ સ્થાનીક મથલ પાટીદાર મહિલા મંડળ

વર્તમાન

પ્રમુખ શ્રી = મણીબેન ભાવાણી  ૯૪૨૯૨ ૯૯૭૨૪

 મંત્રીશ્રી = લક્ષ્મીબેન પારસીયા ૯૪૨૬૬ ૮૪૬૦૬

 

 

 

મથલ ગામના સન્માનનીય આગેવાન વડીલો 

પરબત લખું પોકાર

.ભા...પા.સમાજના પ્રથમ પ્રમુખ પદે સને -૧૯૫૭ થી ૧૯૬૨ પાંચ વર્ષ સેવા આપી મથલ ગામના પોલીસ પટેલ તરીકે પ્રથમ લખુબાપા પોકાર તથા ત્યારબાદ તેમના દીકરા પરબતબાપાએ સેવા આપી હતી.

ખીમજી નાગજી લીંબાણી  ( માસ્તર )

.ભા...પા. સમાજના મહામંત્રી પદે સંવત -૧૯૬૦ થી ૧૯૭૧ બાર વર્ષ સુધી સેવા આપી .ત્યારબાદ ત્રીજા પ્રમુખ તરીકે સને ૧૯૭૨ થી ૧૯૮૬ સુધી પંદર વર્ષ સેવા આપી .ત્યારબાદ સમાજના ટ્રસ્ટી તરીકે આજીવન લાંબો સમય સેવા આપી .

રાજકીય ક્ષેત્રે સેવા

ખીમજી નાગજી લીબાણી ( માસ્તર ) .ભા...પા.સમાજમાંથી પ્રથમ નખત્રાણા તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી ,અને કચ્છ જીલ્લા શિક્ષણ ખાતાના ચેરમેન પદે સેવા આપી ત્યારબાદ ગુજરાત રાજ્યના વીધાન સભાના સભ્ય – ધારા સભ્ય      (M.L.A.) તરીકે સેવા આપી.( ૧૯૭૨ ) કોંગ્રેસ પક્ષમાંથી 

 

મથલ પાટીદાર સમાજમાં – વિદ્યા રત્નો સમાજમાં પ્રથમ

L.L.B

કેશવલાલ વિરજીભાઈ પોકાર ( બેંગલોર ) – ૧૯૭૪

ડોક્ટર –M.B.B.S.- M.S

 ડો. ધીરજભાઈ હરિભાઈ લીબાણી ( અંધેરી-મુંબઈ ) – ૧૯૮૧

B.E. CIVIL

 ભવનભાઈ મગનભાઈ ભાવાણી ( અમરાવતી ) - ૧૯૭૯

 C.A. 

 ભવનભાઈ હરિભાઈ લીબાણી ( અંધેરી મુંબઈ ) - ૧૯૮૩ 

M.B.B.S. 

શ્રીમતી ડો. દિવ્યા બેન હાર્દિક કુમાર સાંખલા - ૨૦૧૧ . ( ચતુરભાઈ રતનશીભાઈ લીબાણી ( પુના ) ની પુત્રી )

 

 

          મથલ ગામનો સાંસ્કૃતિક વારસો 

 

( ભીમનાથ દાદાનું મંદિર

 જેમના આશીર્વાદથી મથલ ગામ વસ્યું છે એવા ભીમનાથ દાદાના મંદિરની સ્થાપનાનો ઈતિહાસ મળતો નથી .મથલ ગામ રાજાશાહીના સમયમાં અરલ જાગીરના ઇજારામાં આવતું હતું તે સમયથી નિર્માણ થયેલ મંદિર છે.આ મંદિરનો વહીવટ આજેપણ અરલ જાગીરના નેજા હેઠળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ સંકુલમાં ભીમનાથ દાદાનો અખંડ ધૂણો આવેલ છે હાલમાં જ્યાં ધૂણો આવેલછે તેની સામેની જગ્યામાં મોટા ઓટલા ઉપર સ્થાપના હતી . સંકુલ જર્જરીત હાલતમાં હતું. આ સમયે કાનજીભાઈ તેજાભાઈ પોકાર ,મોહનભાઈ લીબાણી ,અંબાલાલ પારસિયા ,રાજેશ મારાજ તથા અન્ય જાગૃત સભ્યોએ આ જર્જરીત મંદિરનો જીર્ણોધાર કરવા ગામમાં રજૂઆત કરેલ..આથી નાના પાયે હાલમાં જ્યાં મંદિર આવેલ છે તેની સામે મંદિર નુ નિર્માણ કરેલ. સમય જતાં ગામના આગેવાન સભ્યોને આ સંકુલને હજુ પણ વ્યયસ્થિત રીતે જીર્ણોધાર કરવાનું સુચન કરેલ. આથી ભીમેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર સને – ૨૦૧૫ માં કરવામાં આવેલ.

 

( રામેશ્વર મહાદેવ મંદિર

  મથલ ગામની ધરોહર સમાન રામેશ્વર મહાદેવ મંદીર રાજાશાહી ના સમયમાં નિર્માણ થયેલ છે દેવાધી દેવ ભોલે શંભુ મથલ ગામના પાટીદાર ( કણબી ) તથા સમસ્થ મહાજન સમાજ ના આરાધ્ય દેવ છે રામેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરનો જીર્ણોધાર સને -૧૯૭૬-૭૭ માં કરવામાં આવેલ . ત્યારબાદ સને ૨૦૧૪ માં મુંબઈ નિવાસી રતનશીભાઈ ભવાણી ના સંપૂર્ણ સહયોગથી ટ્રસ્ટ દ્વારા ફરી જીર્ણોધાર કરવામાં આવેલ

() ભીમેશ્વર મહાદેવ મંદિર 

 ભીમેશ્વર મહાદેવ મંદિર પણ રાજાશાહી ના સમયથી ધરોહર સમાન છે આ મંદિર ગામના તળાવના કીનારાની શોભા વધારી રહયું છે.રામેશ્વર મહાદેવ તથા ભીમેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન રામેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેછે ભીમેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મુંબઈ નિવાસી રતનશીભાઈ ભાવાણી દ્વારા સને – ૨૦૧૫ માં કરવામાં આવેલ.

() શ્રી લક્ષ્મીનારાયણ મંદિર 

 પાટીદાર સમાજના આરાધ્ય દેવ એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર ગામની મધ્યમાં આવેલછે હાલમાં મંદિરની બાંધકામ વાળી જગ્યામાં ભાવાણી પરિવાર તથા પોકાર પરિવારોનાં મકાન આવેલ હતા .અને આગળના ખુલ્લા ભાગવાળી જગ્યામાં ભાવાણી પરીવાના રતુંમાનું મકાન આવેલ હતું. જે તેઓએ મંદિર બાંધવા માટે ગામને વેચાણ આપેલ . આ મકાનમાં સંવત ૨૦૦૧ , સને ૧૯૪૫ ના રામનવમીના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ દેવની પાન મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલ સમયજતાં સંવત -૨૦૦૮ ના કારતકમાસ સને -૧૯૫૨ ના રોજ નવા મંદિરનું ખાત મૂહર્ત કરવામાં આવેલ. મંદિરના બાંધકામમાં શ્રી મથલ સનાતન પાટીદાર સમાજના ભાઈઓના શ્રમ યજ્ઞ દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવેલ. નવનિર્મિત શ્રી લક્ષ્મીનાયણ દેવ ના મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૦૮ ના શ્રાવણ વદ ૫ ને રવિવાર તારીખ ૨૦--૧૯૫૨ ના રોજ પંડિત વિશ્વનાથ કોઠારાવાળા તથા મથલ ના મૂળશંકર ભીમજી રત્નેશ્વર ( મોતી મારાજ ) ના હસ્તે હવાન વિધિ કરીને ઉસ્તાહ પૂર્વક ઉજવવામાં આવેલ. આ શુભ પ્રસંગે ધર્મજાગૃતિના પ્રેરણાશ્રોસ્ત પૂજનીય શ્રી ઓધવ રામજી મહારાજ તથા વાંઢાયના અન્ય સંતોની હાજરીથી પ્રસંગ દીપી ઉઠેલ હતો.

() કુળદેવી શ્રી ઉમીયામાંતાજી નુ મંદિર 

 કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમીયામાંતાજીનું મંદિર મથલ ખાતે આવેલ ગૌશાળા ના પ્રાંગણ માં આવેલ છે. સંવત ૨૦૫૫ પોષ સુદ ૭ , ના તા. ૨૫-૧૨-૧૯૯૮ ના રોજ  ખાત મૂહર્ત કરવામાં આવેલ. અને સંવત ૨૦૫૭ શ્રાવણ વદ ૨ , સોમવાર ના રોજ તા.  - -૨૦૦૧ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ સમગ્ર નખત્રાણા તાલુકાના ભાઈઓની હાજરીમાં ધામ ધૂમથી ઉજવવામાં આવેલ 

() હનુમાન દાદાનું મંદિર 

: મથલ ગામમાં ગામ જનોની રક્ષા માટે ઉતર – દક્ષીણ બન્ને દિશામાં હનુમાન દાદાના નાના મંદિર આવેલ છે.

() આઈ શ્રી ધનબાઇ માતાજીનુ મંદિર 

: આઈ શ્રી ધનબાઇ માતાજીની દેરી ,લાછરાઈ વાળા રોડ પર હનુમાન દાદાના મંદિરની સામે સને – ૧૯૭૩ માં બનાવવામાં આવેલ સમસ્ત હળપાણી પરિવારના સહયોગથી સને – ૧૯૯૮ ના વર્ષમાં દેરીનો જીર્ણોધાર કરી મોટું મંદિર બનાવવામાં આવ્યું . સમયાંતરે સને – ૨૦૧૧ ના વર્ષમાં સમસ્ત હળપાણી પરિવાર તથા મથલ ગામના સહકારથી મંદિરની સામે હલપાણી પરિવાર ભવન નુ નિર્માણ કરવામાં આવેલ.

 

() દતાત્રેય મંદિર 

 મથલ ગામમાં દાખલ થતાં પહેલા મેંન રોડ થી પૂર્વમાં દતાત્રેય ઋષિમુની નુ મંદિર આવેલ છે સંવત ૨૦૩૩ ,સને ૧૯૭૭ માં નિર્માણ થયેલ છે.

 

 

() રામદેવ પીરનું મંદિર 

 મથલ ગામના તળાવ પાસે ,તળાવના ઓગન પાસે,હરીજન સમાજના નિવાસ પાસે આવેલ છે.સંવત ૨૦૩૪ ચૈત્ર સુદ ૯ ના સોમવાર સને – ૧૯૭૮ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. ત્યારબાદ જીર્ણોધાર કરીને સંવત ૨૦૭૪ શ્રાવણ વદ ૩ ના બુધવાર સને – ૨૦૧૮ ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.

(૧૦) મથલ ગામ નાં તળાવ

 રાજાસાહી ના સમયમાં ગામમાં પાણી માટે નળ સે જળ યોજના નહતી. આ સમયમાં ગામમાં આવેલ તળાવ લોકોને પીવાના પાણી માટેનું સાધન હતું મથલ ગામના લોકો ચાલતા ચાલતા તળાવેથી હેલું-હાંડામાં પાણી ભરીને ઘરે પાણી લાવતા હતા. ભીમનાથ દાદાના શિષ્ય સોતનાથ દાદાએ તળાવનું નિર્માણ કરાવેલ આથી આ તળાવને સોતસર  તળાવ કહેવામાં આવેછે. પૂર્વ માં ઉત્તર દિશાએ રત્નેશ્વર તળાવ આવેલ છે. આ તળાવ નુ નિર્માણ રતનનાથ દાદાએ કરાવેલ. દક્ષીણ દિશામાં લાછરાઈ તળાવ આવેલ છે.

 

(૧૧) ગૌશાળા 

 કચ્છ જીલ્લો હમેશા ભૌગોલિક તથા કુદરતી પ્રકોપ નો સામનો કરતો આવેલો છે. અગાઉના સમયમાં અવારનવાર દુષ્કાળ નો સામનો કરવામાં આવતો . દુષ્કાળના સમયમાં પોતાના ગૌધનને (ગાયો ) પાળવા મુશ્કેલ થઇ પડતું. નીસહાય થઈને લોકો ગાયોને જંગલમાં છોડી મુકતા. આવી નિરાધાર ગૌધનની રક્ષા કરવા માટે આપણા ગામના વડીલ ખીમજીબાપા ના નેતૃત્વ હેઠળ નખાત્રાણા તાલુકાના અન્ય વડીલોના સહકારમાં સંવત -૨૦૪૩ ,સને ૧૯૮૭ માં ગૌશાળા ની સ્થાપના કરવામાં આવી.આજે આ ગૌશાળા નખાત્રાણા તાલુકા ની સૌથી મોટી સરકારી ગ્રાન્ટ મેળવતી ગૌરક્ષા કેન્દ્ર છે.જ્યાં આજે એવરેજ ૯૦૦ થી ૧૦૦૦ ગયો અને ગૌવંશ નુ આશ્રય સ્થાન બની રહ્યું છે. વડીલોની અગમ સુજથી ગૌશાળાના સંકુલમાં આવતા મહેમાનોના ઉતારા માટે ગેસ્ટ હોઉસ થતા ભોજનાલય ની વ્યવસ્થા પણ સમાંતરે કરવામાં આવેલ છે.

 

(૧૨) વશિષ્ઠ ઉપવન

 મથલ ગામ ધાર્મિક ક્ષેત્રે સતસંગ – ભજનમાં અગ્રેસર હતું ગામના વડીલો ખીમજીબાપા ,તેજાબાપા ,પુજાબાપા ,મનજીબાપા તથા અન્ય વડીલો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી ના સંપર્કમાં આવ્યા પાંડુરંગ શાસ્ત્રીજીએ મથલમાં શિબિર પણ કરેલ.દાદાની પ્રેરણાથી ધડુલ નદીને કિનારે સંવત -૨૦૪૧ , અષાઢ માસ , સને -૧૯૮૫ , ૧૨ મી જુલાઈ વશિષ્ટ ઉપવન બનાવવામાં આવેલ છે. આ જમીન આપણા ગામના મુળજી કાનજી હળપાણી ,મનજી રામજી હળપાણી , તેજા મનજી ભાવાણી ,તથા અન્ય પરિવારોનાં ખેતરો આવેલ હતાં ,જે તેઓએ ઉપવન માટે દાનમાં આપેલ છે.

 

 

(૧૩) સ્વામીનારાયણ ગુરુકુળ 

 મથલ ગૌશાળા ની સામે ભુજ સ્વામીનારાયણ મંદિરના સ્વામીઓએ સને -૨૦૦૨ માં સ્વામીનારાયણ ગુરુકુળ ની સ્થાપના કરવામાં આવી..જ્યાં વિધ્યાર્થિ ઓને ગુરુકુળ પ્રથા મુજબ ઊચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. સમયાંતરે હોસ્ટેલ તેમજ ભગવાન શ્રી સ્વામીનારાયણ ના મંદિરનુ પણ નિર્માણ કરવામાં આવેલ છે. આજે ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓં ગુરુકુળમાં ભણી રહયા છે.

(૧૪) હિણપીર ડુંગર 

 મથલ ગામની દક્ષીણે હીણપીર ડુંગર આવેલ છે. લોક વાયકા મુજબ આ ડુંગર ઉપર હીણપીર નામના ઓલીયાએ ભક્ક્તી કરી દેહત્યાગ કર્યો હતો તેની દરગાહ આજે પણ ડુંગર ઉપર છે, પીરના નામથી ડુંગરને હીણપીર થી ઓળખવામાં આવે છે.

(૧૫) મથલ માં આવેલ ડેમ

: વડવાઈ ડેમ – મથલ ગામમાં ખેતીમાં સિંચાઈ માટે સરકારે ૧૯૭૫ માં વડવાઈ ડેમ બનાવ્યો . ડેમ અંદાજે ૬ એકરમાં ફેલાયેલો છે.ઉડાઈ ૪૫ ફૂટ જેટલી છે આ ડેમ ઉમરાપર ની સીમના ખેતરોને પાણી પૂરું પાડેછે .આ ડેમને બગપાટ ડેમ તરીકે પણ ઓળખવામાં આવેછે.

 મથલ ડેમ : - ધડુલ નદી પર ભારત સરકાર દ્વારા સને – ૧૯૭૯ માં ઉમરાપરની સીમમાં ૪૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો અને ૬૦ ફૂટ થી વધુ ઊંડાઈ ધરાવતા ડેમનુ બાંધકામ શરુ કરવામાં આવેલ.અને સને – ૧૯૮૧ માં ડેમનું બાંધકામ પૂરું થયેલ.મથલ ગામની પાસે હોવાથી મથલ ડેમ નામ આપવામાં આવ્યું આ ડેમના પાણીથી ઉમરાપર ,દેશલપર ,મુળુ , ઝીંઝાય ,તથા ધામાયની સીમમાં સિંચાઈ થાય છે.

 

 

                     મથલ યુવક મંડળની વીતેલી યાદો 

 

મથલ ગામના વડીલો એ સમયમાં તાલુકાના અન્ય ગામોના વડીલોના પ્રમાણમાં ગણા જાગૃત હતા. જેવાકે પરબતબાપા ,ખીમજીબાપા ,તેજાબાપા ,પુંજાબાપા ,ખેતાબાપા ,પચાણબાપા, વેલાબાપા તથા અન્ય બાપાઓ યુવક મંડળ ચલાવતા હતા લેખિત પુરાવારૂપ માહિતી સચવાયેલ નથી. વડીલોની પાસેથી જાણીને અહી આપવાનો પ્રયત્ન કરેલ છે. . નવરાત્રીની શરૂઆતથી નવરાત્રી મિત્ર મંડળ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.

 

યુવક મંડળ દ્વારા આયોજિત સ્નેહમિલનના સંભારણા 

પ્રથમ સ્નેહમિલન

બેંગલોર મધ્યે સંવત -૨૦૪૩ સને ૧૯૮૭ યુવકોની હાજર સંખ્યા -૯૦, આયોજન હાજર યુવકો દ્વારા

દ્વિતીય સ્નેહમિલન

 હૈદરાબાદ મધ્યે સંવત – ૨૦૪૯ સને – ૧૯૯૩ ના તા. ૧૦--૧૯૯૩ યુવકોની હાજર સંખ્યા ૨૦૦ આયોજક આં પ્ર. મથલવાસી ભાઈઓ 

 

ત્રીજું સ્નેહમિલન

ભીવંડી મધ્યે સંવત ૨૦૫૭ , સને ૨૦૦૦ ના તા. -૧૧-૨૦૦૦ હાજર યુવકો ૨૭૫ , આયોજક મુંબઈ વિભાગ મથલ વાસી ભાઈઓ . આ સ્નેહમિલનમાં યુવક મંડળની કારોબારીની વિધીવત રચના કરવામાં આવેલ 

પ્રમુખશ્રી  ચતુરભાઈ રતનશીભાઈ લીંબાણી ( પુના ) 

મહામંત્રી – ચંદુભાઈ પરબતભાઈ પોકાર ( અમદાવાદ ) ની નીયુક્તી કરવામાં આવેલ 

 

ચોથું સ્નેહમિલન

 પ્રમુખશ્રી ચતુરભાઈ રતનશીભાઈ લીંબાણી તથા મહામંત્રી ચંદુભાઈ પરબતભાઈ પોકાર ( અમદાવાદ) ના નેજા હેઠળ બેલગામ ( ઉતર કર્ણાટક ) મધ્યે સંવત -૨૦૬૬ સને ૨૦૦૯ ના તા.૧૭--૨૦૦૯ માં રાખવામાં આવેલ હાજર યુવકોની સંખ્યા -૫૪૦ . આ સ્નેહમિલનમાં સભામાં નક્કી કરવામાં આવ્યું કે આ પછીના સ્નેહમિલનમાં યુવતીઓને ( દીકરીઓ તથા વહુઓં ) પણ સામેલ કરવી જેથી સમાજમાં સંગઠનની ભાવનામાં વધારો થાય આથી સામાન્ય સભામાં મથલ યુવક મંડળનું નામ મથલ યુવામંડળ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું . આગામી પ્રમુખ તરીકે – ચંપકલાલ ખીમજીભાઈ પોકાર ( કડોદરા ) મહામંત્રી – ઈશ્વરલાલ અરજણભાઈ પોકાર ( ગાંધીધામ ) ની નીયુક્તી કરવામાં આવેલ .

પાંચમું સ્નેહમિલન

 પ્રમુખશ્રી ચંપકલાલ ખીમજીભાઈ પોકાર તથા મહામંત્રીશ્રી ઈશ્વરલાલ અરજણભાઈ પોકાર ના નેજા હેઠળ દસેદસ જોનના સંયુક્ત સહકારમાં મથલ ખાતે સંવત -૨૦૬૬ , સને ૨૦૧૦ ના તા. --૨૦૧૦ માં આયોજન કરવામાં આવેલ. હાજર યુવકોની સંખ્યા – ૭૪૦. આગામી પ્રમુખ તરીકે પુરષોત્તમ અરજણભાઈ લીબાણી ( અમદાવાદ) તથા મહામંત્રી – હરિભાઈ શિવજીભાઇ લીંબાણી ( અમદાવાદ) ની નીયુક્તી કરવામ આવેલ.

છઠું સ્નેહમિલન

 પ્રમુખશ્રી પુરષોત્તમ અરજણભાઈ લીબાણી ,તથા મહામંત્રી શ્રી હરિભાઈ શિવજીભાઇ લીબાણી ના નેજા હેઠળ મધ્ય ગુજરાત જોન દ્વારા અમદાવાદ ખાતે સંવત -૨૦૬૯ ,સને ૨૦૧૨ ના તા. ૨૦-૧૧-૨૦૧૨ માં આયોજન કરવામાં આવેલ . હાજર યુવકોની સંખ્યા ૮૪૧ . આગામી પ્રમુખ તરીકે પુરષોત્તમ અરજણભાઈ લીબાણી તથા મહામંત્રી તરીકે દીપક ખેતાભાઇ નાકરાણી ( કલોલ ) ની નીયુક્તી કરવામાં આવેલ .

સાતમું સ્નેહમિલન 

 પ્રમુખશ્રી પુરષોત્તમ અરજણભાઈ લીબાણી તથા મહામંત્રી દીપક ખેતાભાઇ નાકરાણી ના નેજા હેઠળ દસેદસ જોનના સંયુક્ત સહકારમાં મથલ ખાતે સંવત -૨૦૭૩ ,સને ૨૦૧૬ ના તા. ૧૪--૨૦૧૬ માં આયોજન કરવામાં આવેલ હાજર યુવકોની સંખ્યા ૮૮૦ આગામી પ્રમુખ તરીકે કિશોરભાઈ નરસિહભાઈ પોકાર ( કડોદરા ) તથા મહામંત્રી તરીકે અરવિંદ માવજીભાઈ પોકાર ( કડોદરા ) ની નીયુક્તી કરવામાં આવેલ .

આઠમું સ્નેહમિલન 

 પ્રમુખશ્રી કિશોરભાઈ નરસિહભાઈ પોકાર ( કડોદરા ) તથા મહામંત્રી તરીકે અરવિંદ માવજીભાઈ પોકાર ( કડોદરા ) ના નેજા હેઠળ દક્ષીણ ગુજરાત જોન દ્વારા કડોદરા ખાતે સંવત -૨૦૭૩ ,સને ૨૦૧૬ ના તા. ૧૪--૨૦૧૬ માં આયોજન કરવામાં આવેલ હાજર યુવકોની સંખ્યા ૮૮૦ આગામી પ્રમુખ તરીકે લલિત ખેતાભાઇ હળપાણી (નાગપુર ) તથા મહામંત્રી તરીકે રસિક શાંતિભાઈ ભાવાણી ( અમરાવતી ) ની નીયુક્તી કરવામાં આવેલ .

નવમું સ્નેહમિલન 

 પ્રમુખશ્રી લલીતભાઈ ચૌધરી ( નાગપુર ) તથા મહામંત્રી રસિકભાઈ ભાવાણી ( અમરાવતી ) ના નેજા હેઠળ નાગપુર મુકામે તારીખ ૧૮ ,૧૯ ,૨૦,નવેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજિત થવાનું છે.

 

 

 

 સ્ત્રોત:

ગામ ના વડીલોની સ્મૃતિઓમા સચવાયેલ ઇતિહાસ અને આપણા વડીલો દ્વારા નોંધવમા આવેલ લખાણ પરથી મળેલ મહિતિ અનુસાર પ્રસ્તુત કરેલ છે.

ઉપર મુજબ ની મહિતી માં કોઈ ત્રુતિ જણાય તો અમારુ ધ્યાન દોરસો

 

Converted to HTML with WordToHTML.net